સરકારી તાલુકા પુસ્તકાલય વઘઈ દ્રારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 126મી જન્મ જયંતિ ઉજવવામા આવી

સરકારી તાલુકા પુસ્તકાલય વઘઇ દ્રારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ની 126 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામા આવી હતી.
આ પ્રસંગે મુખ્ય મેહમાન શ્રી દિપ્તેશભાઇ પટેલ, તથા શ્રી રવીભાઇ સુર્યવન્સી દ્વારા ગ્રથાલયના વાચક ભાઇઓ બહેનો તેમજ ગ્રામજનો માટે મેઘાણી સાહિત્યનુ પ્રદર્શન તા. 28/08/2022 રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે વાચકો, ગ્રામજનો તેમજ ૪૦ જેટલા વિઘાર્થીઓએ શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયતીની ઉજવણી કાયક્રમનો લાભ લીઘો હતો. શ્રી રવીભાઇ દ્રારા વિર્ઘાથીઓને જરૂરી માર્ગદશન પુરૂ પાડી મેઘાણી સાહિત્યનુ પ્રદર્શન અંગે વિગતવાર માહીતી આપી હતી.
વઘઇના વાચકો, ગ્રામજનો તેમજ વિઘાર્થીઓએ મેઘાણી સાહિત્ય પ્રદર્શન કાર્યક્રમનો લાભ લિઘો હતો. વધઇ ગ્રંથાલયના મદદનીશ ગ્રંથપાલ શ્રી. ડી.એચ.લાડ, સેવક તરૂણભાઇ તથા અન્ય વાચક મીત્રો દ્રારા ગ્રંથાલયના કાર્યક્રમને સફળ બનાવવામા ઉમદા મેહનત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *