મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના ચ-૩ સર્કલ પાસેના પદયાત્રી સેવા કેન્દ્રની મુલાકાત લીધી

ગાંધીનગર:
ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર દ્વારા અંબાજી પગપાળા જઈ રહેલા પદયાત્રીઓની સેવા માટે ચ-૩ સર્કલ પાસે પદયાત્રી સેવા કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ પદયાત્રી સેવા કેન્દ્રની રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. જગતજનની માં અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. આ સેવા કેન્દ્રની નજીકમાં આવેલા લાયન્સ ક્લબના મેડિકલ કેમ્પની પણ મુખ્યંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિહ ગોલ, અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખશ્રી રુચિર ભટ્ટ, સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ મુખ્યંત્રીશ્રીએ ચ-૦ સર્કલ પાસેના સેવા કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. અંબાજી પગપાળા જતા ભકતજનો સાથે વાત પણ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *