આરોગ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પામોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો

પામોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના,આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ દ્વારા આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી એ જણાવ્યું કે,કૃષિએ આપણી સંસ્કૃતિ છે અને આજે કૃષકો કૃષિની સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા છે.આ રીતના મિશ્રિત કૃષિ થકી તેમની આવકમાં વધારો થયો છે.સરકાર દ્વારા પણ કૃષકોનું,પશુપાલકોનું કલ્યાણ થાય એ વિવિધ યોજનોઓ અમલમાં મૂકીને તેનું પ્રભાવી અમલીકરણ કરાવ્યું છે.જેના પરિણામે જ દૂધ સાગર ડેરીએ માત્ર મહેસાણાની જ પણ ભારતની ઓળખ બની છે. દૂધ સાગર ડેરી એ આજે નવી વહીવટી સંસ્કૃતિ,નવી કાર્ય પદ્ધતિ થકી વિકાસની નવી ગાથાઓ લખી રહી છે.પશુપાલકોને તેમના દૂધનું યોગ્ય વળતર મળે,તેમના જીવનમાં સમૃદ્ધિ વધે એ દિશામાં સતત કામ કર્યું છે. આ પ્રસંગે દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઇ ચૌધરી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી,વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ,જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન હરિભાઇ,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ વગેરે મહાનુભાવો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *