સાંસદ પ્રભુભાઈ વસાવા ની અધ્યક્ષતામાં અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કામરેજ અંતર્ગત દિવ્યાંગોનાસશક્તિકરણ હેતુ પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું…

રિપોર્ટ ,મયુર પટેલ

ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના અંતર્ગત બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા ના અધ્યક્ષમાં દિવ્યાંગોના સશક્તિકરણ હેતુ પરીક્ષણ શિબિરનું આયોજન અને દિગ્વિજય યુવા સંવાદ માં માનનીય મંત્રીશ્રી હર્ષ ભાઈ સંઘવી ના વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ સુરત જિલ્લાના કામરેજમાં કરવામાં આવ્યું આ અંગે વિશેષ માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ સુપ્રસિદ્ધ દાદા ભગવાન મંદિર ખાતે બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગોના સશક્તિકરણ હતું પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ દિવ્યાંગોના સશક્તિકરણ હેતુ ના આ કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ ત્યારબાદ મોટી સંખ્યામાં પધારેલા દિવ્યાંગો ને સાંસદ પ્રભુભાઈ વસાવા એ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિવ્યાંગો પ્રત્યેની સેવા ની કામગીરી ની વિશેષ માહિતી આપી ભારત સરકારના કાર્યોને આવ્યા હતા આ શિબિરમાં દિવ્યાંગોની હર હંમેશ સતત કાર્યમાં વ્યસ્ત રહેવાની ખાતરી આપી હતી અને જીવનના તમામ ક્ષેત્રે મનોબળ સાથે ખૂબ આગળ વધવા બધા જ દિવ્યાંગોને શુભેચ્છા આપી હતી આજરોજ સ્વામી વિવેકાનંદ જીનો પ્રાગટ્ય દિવસ ના શુભ દિવસે દિવ્યાંગોના આ પરીક્ષણ શિબિરમાં કામરેજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દિવ્યાંગોના તમામ યોજનાઓ નો લાભ દરેક દિવ્યાંગોને મળે તે માટે સતત ખડે પગે સેવામાં ઉપલબ્ધ હતા. આ તબક્કે સાંસદ પ્રભુભાઈ વસાવા એ પણ સેવા કાર્યની નોંધ લીધી હતી ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ બોર્ડ તમામ કર્મચારી અધિકારી આ તબક્કે ખુબજ સારી સેવા આપેલ વિજય ભાઈ વલેરા એ કાર્યક્રમ સફળ સંચાલન કર્યું હતું રાજેશ ભાઈ પટેલ સહિત રાજકીય અગ્રણી ઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *