

રિપોર્ટ ,મયુર પટેલ
ચીખલી તાલુકાના રાનકુવા શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર હાઈસ્કૂલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નો જન્મદિવસ હર્ષભેર ઉજવાયો બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનુકવામાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધા વડાપ્રધાનશ્રી.ની યોજના પર વકૃત્વ સ્પર્ધા અને વિશ્વકક્ષાએ વડાપ્રધાન નરેન્દ્ મોદીનું યોગદાન ઉપર વાર્તાલાપ જેવી પ્રવૃત્તિઓ દ્વારા શાળામાં ખૂબ જ હર્ષભેર અને ઘણા ઉમંગથી વિદ્યાર્થીઓ દ્વારા જન્મદિવસ ઉજવાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના રાનકુવા હાઇસ્કુલ સાથે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ અતૂટ સંબંધો હતાં મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે વનબંધુ યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરેલ અને આજે આદિવાસી વિસ્તારના ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર અને જુદા જુદા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવસારી જિલ્લામાં ગુજરાત ગૌરવ દિવસે શાળાના આચાર્ય સંજયસિંહ કન્વીનર તરીકે પ્રતિભા શોધ પ્રવૃત્તિ નું આયોજન કરેલ અને એ વખતે મોદી સાહેબે આ પ્રવૃત્તિના ખૂબ વખાણ કરી ગુજરાત ભરમાં લાગુ કરેલ શાળાની વિદ્યાર્થીની શિક્ષક દિવસે મોદી સાહેબના વાર્તાલાપ કાર્યક્રમમાં ભાગ લીધેલો આ બધા સંભારણાઓને શાળાએ યાદ કરી મોદી સાહેબને સામૂહિક શુભેચ્છા પાઠવી અને શાળાના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ સ્વચ્છતા અભિયાન દરિદ્રની સેવાના સંકલ્પો લીધા હતા..