મહુવા તાલુકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શાળાઓમાં રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું….

રિપોર્ટ ,મયુર પટેલ

ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ પર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મહુવા તાલુકાના સંયોજક મયુર પટેલ અને ભેરુભાઈ ઘ્વારા મહુવા તાલુકાની અલગ અલગ શાળાઓમાં રંગોલી સ્પર્ઘાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રી કે એલ પટેલ હાઇસ્કુલ તરકાણી, A.1 ગ્લોબલ સ્કૂલ અનાવલ, અને પ્રાથમિક બુનિયાદી શાળા અનાવલ ના કુલ 60 જેટલા બાળકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે રંગોલી સ્પર્ધામાં ભાગ લઈ CAA, વેક્સિનેશન, સર્જીકલ સ્ટ્રાઈક, રામ મંદિર, 370કલમ, બુલેટ ટ્રેન, યુક્રેનથી પરત લાવેલા વિદ્યાર્થીઓ, world Leader modi, મેઇક ઇન ઇન્ડિયા,INS વિક્રાંત, હર ઘર તિરંગા, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત, આ પ્રમાણેના રંગોલીના વિષયો પ્રમાણે શાળાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની રંગોલીઓ બનાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીશ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શાળાના શિક્ષકો, પદ અધિકારીઓ અધિકારીઓ વિશેષ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *