ગાંઘીનગર ખાતે રમત ગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજીત વીરાંજલી સમીતી પ્રેરીત કાર્યક્રમમા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં અને રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો.

શૈશવ રાવ

દેશમાં ઘણા ઓછા લોકો વિર સ્વતંત્ર સેનાનીઓ વિશે જાણતા હશે જેમણે દેશની આઝાદી માટે વિદેશી સત્તાને પરાજય કરવાનું કામ કર્યુ તેવા વિરોને યાદ કરવા આપણી જવાબદારી છે. – શ્રી જે.પી.નડ્ડા

દેશ જયારે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરે ત્યારે ભારત વિકસીત દેશ બને તે માટે દેશના યુવાનો પ્રયાસ કરે. – શ્રી જે.પી.નડ્ડા

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિરાંજલી મલ્ટી મીડિયા શોના માધ્યમથી અંદાજે 6 લાખથી વધુ ગુજરાતના નાગરીકોને આઝાદીના ઇતિહાસ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. – શ્રી હર્ષભાઇ સંઘવી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગાંઘીનગર ખાતે રમત ગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજીત વીરાંજલી સમીતી પ્રેરીત કાર્યક્રમમા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં અને રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં રમત ગતમ યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીજીએ પ્રાસંગીક સંબોધન કર્ય. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા લોકપ્રિય કલાકાર શ્રી સાંઇરામ દવેનું અભિવાદન રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડીજીએ કર્યુ.

આ કાર્યક્રમમાં શ્રી જે.પી.નડ્ડાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિરાંજલી કાર્યક્રમમાં આમંત્રીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. વિરાંજલી કાર્યક્રમના માધ્યમથી દેશના નામી-અનામી વિરોએ યોગદાન આપ્યુ તેવા વિરોને યાદ કરવાનું માધ્યમ છે. આ કાર્યક્રમના દરેક કલાકારોને અભિનંદન. દેશના વિરા જવાનોએ દેશ માટે જે શહિદી વ્હોરી છે તેમના યોગદાનને દર્શવામાં આવ્યા છે. દેશમાં ઘણા ઓછા લોકો વિર સ્વતંત્ર સેનાનીઓ વિશે જાણતા હશે જેમણે દેશની આઝાદી માટે વિદેશી સત્તાને પરાજય કરવાનું કામ કર્યુ તેવા ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને યાદ કરવા તે આપણી જવાબદારી છે તેમને દેશ માટે કરેલા કામોને જાણવાની આપણી જવાબદારી છે. દેશ જયારે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરે ત્યારે ભારત વિકસીત દેશ બને તે માટે દેશના યુવાનો પ્રયાસ કરે.

આ કાર્યક્રમમાં રાજયનામંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, ગાંઘીનગરના મેયર શ્રી હિતેષ મકવાણા, જિલ્લાના અધ્યક્ષશ્રી અનિલભાઇ પટેલ,ગાંઘીનગર શહેરના અધ્યક્ષશ્રી રૂચીરભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *