સંડેરમાં ભાજપનો ત્રણ દિવસીય પ્રશિક્ષણ મહાકુંભ: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026નો શુભારંભ

પ્રશિક્ષિત કાર્યકર્તા, સશક્ત સંગઠન: સંડેર ખાતે જિલ્લા કક્ષાના ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
સંગઠનને વધુ મજબૂત બનાવવા સંડેરમાં ભાજપ કાર્યકર્તાઓનો કૌશલ્ય વિકાસ વર્ગ શરૂ
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનના વિચાર, કાર્યપદ્ધતિ અને કાર્યકર્તાઓના કૌશલ્ય વિકાસને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાના હેતુથી આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત ત્રણ દિવસીય જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગનો આજથી સંડેર ખાતે ભવ્ય શુભારંભ થયો.

આ પ્રશિક્ષણ વર્ગમાં સિધ્ધપુર ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત
આ ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગ દરમિયાન સંગઠનને મજબૂત બનાવતા અતિ મહત્વપૂર્ણ વિષયો પર અનુભવી વક્તાઓ અને વરિષ્ઠ આગેવાનો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
- પ્રશિક્ષણના મુખ્ય વિષયો:
– સંગઠનની કાર્યપદ્ધતિ અને સંગઠન માળખું
– ભાજપનો વિચાર પરિવાર અને અંત્યોદયનો સિદ્ધાંત
– પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું વ્યક્તિત્વ અને વિચારધારા
– બૂથ પ્રબંધન – પાયાનું મજબૂતીકરણ
– સોશિયલ મીડિયા અને મીડિયા પ્રબંધન
– કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર
– કાર્યકર્તાનું વર્તન અને વ્યવહાર
આવા પ્રશિક્ષણ વર્ગો માત્ર કાર્યકર્તાઓને પ્રશિક્ષિત જ નથી કરતા, પરંતુ તેમને વિચારશીલ, સક્ષમ, અનુશાસિત અને જવાબદાર બનાવે છે. એક પ્રશિક્ષિત કાર્યકર્તા જ સશક્ત સંગઠનનો પાયો બને છે અને સશક્ત સંગઠન દ્વારા જ રાષ્ટ્ર નિર્માણનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી ચાલનારા આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લાભરના અપેક્ષિત કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે.