ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કરજણ ખાતે ભાજપાની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ.

કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની જન કલ્યાણકારી નીતિઓ, પ્રજાલક્ષી કાર્યો, સંગઠનના કાર્યકર્તાઓના પરિશ્રમ અને બુથ સુધીના માઈક્રો પ્લાનિંગ અને વ્યવસ્થાપનના આધારે આ ચૂંટણીમાં કરજણના ભાજપાના ઉમેદવાર શ્રી અક્ષયભાઈ પટેલ સહિત અન્ય બેઠકોમાં પણ ભાજપાના વિજયને નિશ્ચિત બનાવીશું.-શ્રી સી.આર.પાટીલ

આગામી વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને વિવિધ મુદ્દે છણાવટ કરી બેઠકમા ઉપસ્થિત સૌને ચુંટણી વ્યવસ્થાને લગતા જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કરજણ ખાતે ભાજપાની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. આ બેઠકમાં આ ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રીશ્રી અને કરજણ વિધાનસભાના ઇન્ચાર્જશ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવભાઇ ભટ્ટ તથા વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી દિલુભા ચુડાસમા સહિતના હોદ્દેદારશ્રીઓ અને ભાજપા અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે કરજણ ખાતે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ભાજપાના કાર્યકર્તાઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે તેમની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની જન કલ્યાણકારી નીતિઓ, પ્રજાલક્ષી કાર્યો, સંગઠનના કાર્યકર્તાઓના પરિશ્રમ અને બુથ સુધીના માઈક્રો પ્લાનિંગ અને વ્યવસ્થાપનના આધારે આ ચૂંટણીમાં કરજણના ભાજપાના ઉમેદવાર શ્રી અક્ષયભાઈ પટેલ સહિત અન્ય બેઠકોમાં પણ ભાજપાના વિજયને નિશ્ચિત બનાવીશું. શ્રી પાટીલે આગામી વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને વિવિધ મુદ્દે છણાવટ કરી ચુંટણી વ્યવસ્થાને લાગતા જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM