પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી ખાતે વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ભાજપા કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાએ મોરબી ખાતે યોજાયેલ ભાજપાની બેઠકમાં ઉપસ્થિત સૌને આગામી વિધાનસભા પેટા ચૂંટણીના સંદર્ભમાં સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું.

પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી ખાતે વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ભાજપાના ઉમેદવાર શ્રી બ્રિજેશભાઈ મેરજાના વિજયને સુનિશ્ચિત બનાવવા ભાજપા કાર્યકર્તાઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં મોરબી વિધાનસભાના ઇન્ચાર્જશ્રીઓ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઈ. કે.જાડેજા, સાંસદશ્રીઓ શ્રી મોહનભાઇ કુંડારિયા, શ્રીમતી પૂનમબેન માડમ, શ્રી નરહરિ અમીન, મોરબી જિલ્લા પ્રમુખશ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ મહાનગર ભાજપા પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, રાજકોટ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ડી.કે.સખીયા સહિતના હોદ્દેદારશ્રીઓ, ભાજપા અગ્રણીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ વિધાનસભા પેટ ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરીએ મોરબી ખાતેની બેઠકમાં તેમજ પ્રદેશ મહામંત્રીશ્રી અને કરજણ વિધાનસભાના ઇન્ચાર્જશ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવભાઇ ભટ્ટે કરજણ ખાતે યોજાયેલી આજની ભાજપાની બેઠકમાં ઉપસ્થિત સૌને આગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM