અંકલેશ્વર ની અદ્યતન મ્યુનિસિપલ હોસ્પિટલનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ


=4 કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ મ્યુનિસિપલ હોસ્પિટલ તમામ સુવિદ્યા થી સજ્જ
=રોટરી ક્લબ ના સહયોગથી હોસ્પિટલ માં ભરૂચ જિલ્લા ની પ્રથમ મધર મિલ્ક બેંકની સુવિધા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધા થી સજ્જ મ્યુનિસિપલ હોસ્પિટલનું વિજયા દશમીના પાવન પર્વે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ,જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના ના સહયોગથી હોસ્પિટલ માં ભરૂચ જિલ્લા ની પ્રથમ મધર મિલ્ક બેંકની સુવિધા શરુ કરવામાં આવી છે ,

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા મધ્યમ તેમજ ગરીબી રેખા ની નીચે જીવતા નાગરિકો માટે 4 કરોડ ના ખર્ચે અદ્યતન સુવિધા ઓ થી સજ્જ મ્યુનિસિપલ હોસ્પિટલ નું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલ માં 35 બેડની સુવિધા સાથે અધતન લેબોરેટરી, ગાયનેક તેમજ ઓપરેશન રુમ,ઓક્સિજન સીસ્ટમ સુવિધા ,.ફાયર સીસ્ટમ તેમજ ગ્રીન બિલ્ડિંગ ,,લીફટ ની સુવિધા ઓ થી સજ્જ કરવામાં આવી છે તેમજ આ હોસ્પિટલ માં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શરૂ કરવામાં આવેલ મિલ્ક બેન્ક નવજાત બાળકો તેમજ માતા નું દૂધ ન પામનાર બાળકો માટે આશીર્વાદ રૂપ થશે . .આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા,ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ, કારોબારી ચેરમેન સંદીપભાઈ પટેલ,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ શાહ સહીત પાલિકા ના સભ્યો , શિક્ષણ સમિતિ સભ્યશ્રીઓ, કાર્યકર મિત્રો કર્મચારીઓ અને હોસ્પિટલ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *