રાજકોટ શરદપૂનમે જીવનનગર મહિલા મંડળનું સન્માન સાથે સંગીત સંધ્યા રવિવારે જીવનનગરમાં સન્માન સમારોહ સાથે સંગીત સંધ્યા


– સુરનિધિ મ્યુઝીકલ ગ્રુપ ઓફ રાજકોટના કલાકારો ભાગ લેશે.
– મહાનગરપાલિકાના પદાધિકારીઓ હાજરી આપશે.
– નગરજનોને લાભ લેવા અનુરોધ.
અમદાવાદ : રાજકોટ જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, નવરાત્રિ મહોત્સવ સમિતિ અને મહિલા મંડળના ઉપક્રમે પ્નાચીન ગરબા મહોત્સવનું રંગેચંગે સમાપન થયું. મહિલા મંડળના તમામ સદસ્યો અને સુરનિધિ મ્યુઝીકલ ગ્રુપ ઓફ રાજકોટના કલાકારોનું ભવ્ય સન્માન રાખવામાં આવ્યું છે. નગરજનોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટ જીવનનગર સમિતિએ પ્નાચીન ગરબીએ ૪ર વર્ષ ગરબા મહોત્સવનું સફળતાપૂર્વક સમાપન કર્યું. જેમાં આ વષ્ર્ો સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, હર્ષાબેન પંડયા વકીલ, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલનું સુંદર કામગીરી બદલ સન્માન થવાનું છે ત્યારે જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહીશો ખાસ હાજરી આપવાના છે. પ્નતિ વર્ષ શરદપૂનમે આરોગ્યપ્નદ દૂધપૌઆનો મહાપ્નસાદનું આયોજન થાય છે. મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે શરદપૂનમ રવિવાર તા. ૯ મી ઓકટોબર રાત્રિના ૯ કલાકે પ્નારંભ ભવ્ય રાસ–ગરબામાં ૬૦ બાળાઓ અને મહિલા વાલીગણ ભાગ લેવાના છે. લ્હાણી વિતરણના ફોટોગ્રાફ વ્યક્ગિત આપવાના છીએ. તેથી સમયસર વાલી હાજરી આપે તેવી અપીલ છે.રાજકોટ સુરનિધિ મ્યુઝીકલ ગ્રુપ ઓફ સૌરાષ્ટ્રના મુખ્ય સંયોજક અતુલભાઈ વી. જોષી, એન્કર જગદીશભાઈ ભટ્ટ, સંજયભાઈ પટેલ, હિમાંશુસિંહ જાડેજા, જીગીશાબેન રાવલ, મીતાબેન રાજાણી જુના–નવા ગીતોની રસથાળ પીરસશે. કરાઓકેની ટીમ પોતાની પ્નતિભા પ્નમાણે સંગીતની દુનિયામાં લોકોને વિહાર કરાવશે. ગુજરાતભરમાં સુરનિધિ મ્યુઝીકલ ગ્રુપની નામના હોય કલારસિકો હાજરી આપશે.મુખ્ય સંયોજક અતુલભાઈ જોષીએ જણાવ્યું કે જીવનનગરની અપ્નિતમ સફળતાના કારણે અમોએ પસંદગી ઉતારી છે. રાજયમાં આ ગ્રુપ આગવું સ્થાન ધરાવે છે તેથી લોકોને જાહેર આમંત્રણ છે.સમિતિના જયંત પંડયાના વડપણ હેઠળ ઉપપ્નમુખ મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, વિનોદરાય જે. ભટ્ટ, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, અંકલેશ ગોહિલ, જયેશ લશ્કરી, ગોવિંદભાઈ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય સહિત કાર્યકરો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.અંતમાં રાજકોટ રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે, જીવનનગર શેરી નં. ૪ માં સંગીત સંધ્યાના ભવ્ય આયોજનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *