ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુતે સ્વ. શ્રી ચિરાગભાઈ મણીલાલ ચૌહાણને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.



સિદ્ધપુરની પાવન ધરાના વીર સપૂત અને B.S.F. બટાલિયન 56 ના બહાદુર જવાન સ્વ. ચિરાગભાઈ ચૌહાણે માત્ર 20 વર્ષની યુવાનીમાં માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેશસેવાનું અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જમ્મુ-કાશ્મીરની ધરતી પર આતંકવાદીઓ સામે લડતા લડતા 23 મે, 2004 ના રોજ તેમણે વીરગતિ પ્રાપ્ત કરી હતી. તેમનું શૌર્ય, બલિદાન અને દેશપ્રેમ હંમેશા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.



યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહી તથા પુષ્પાંજલિ અર્પણ કરી વીર શહીદને નમન કર્યું તેમજ તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી અને તેમની અદમ્ય હિંમતને વંદન કર્યું. દેશ માટે આપેલું તેમનું બલિદાન સિદ્ધપુર સહિત સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, APMC ચેરમેનશ્રી, નગરપાલિકાના સદસ્યો, પરિવારજનો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM