પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ રામદાસજીને તેમના પ્રકાશ પરબના શુભ અવસર પર નમન કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રકાશ પરબના શુભ અવસર પર શ્રી ગુરુ રામદાસજીને નમન કર્યા છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “હું શ્રી ગુરુ રામદાસજીને તેમના પ્રકાશ પરબના શુભ અવસર પર નમન કરું છું. તેમણે સેવા અને કરુણા પર ભાર મૂકીને શીખ ઈતિહાસ અને સંસ્કૃતિમાં અવિશ્વસનીય યોગદાન આપ્યું છે. તેઓ એક ઉત્કૃષ્ટ કવિ પણ હતા અને તેમના કાર્યોમાં ભક્તિની શુદ્ધ ભાવના પ્રતિબિંબિત થાય છે.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *