આજથી પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં યોજાનાર ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો.

શૈશવ રાવ. રાજપીપળા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજથી પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં યોજાનાર ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો. યાત્રામાં ગુજરાતની જનતા જનાર્દનને ગૌરવ પુર્ણ વિકાસના કાર્યોની માહિતી આપવામાં આવી. આજથી શરૂથતી આ યાત્રા બહુચરાજી મંદિરથી માતાના મઢ કચ્છ પુર્ણ થશે. આ યાત્રાને પ્રસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ કરાવ્યું. આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ, મ્રુદુ અને મક્કમ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રીશ્રીઓ શ્રી પુરષોત્તમભાઇ રૂપાલા,શ્રી દાનેવ રાવસાહેબ દાદારાવ તેમજ પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, રાજયનામંત્રી શ્રી રૂષિકેષભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ શ્રી નંદાજી ઠાકોર,સાંસદ સભ્યશ્રીઓ,રાજયનામંત્રીશ્રીઓ,ઘારાસભ્યશ્રીઓ,યાત્રાના ઇન્ચાર્જશ્રીઓ કે.સી પટેલ, શ્રી એમ.એસ.પટેલ,શ્રી મંયકભાઇ નાયક,શ્રી સંજયભાઇ દેસાઇ.શ્રી રાજુભાઇ પટેલ સહિતના જિલ્લાના અને પ્રદેશના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના અધ્યક્ષશ્રી જશુભાઇ પટેલ,જિલ્લાના પ્રભારી શ્રી કૌશલ્યાબા પરમાર,શ્રી કનુભાઇ પટેલ,જિલ્લાના મહામંત્રીશ્રીઓ શ્રી શૈલેષભાઇ પટેલ,શ્રી જે.એફ.ચૌઘરી,શ્રી ભગાજી ઠાકોરએ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીનું ભવ્ય સ્વાગત કર્યુ તેમજ વિવિધ સમાજના આગેવાનો અને સંગઠનોએ પણ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીનું ભવ્ય સ્વાગત કર્યુ. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે પ્રાસંગીક સંબોધન કર્યુ.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગૌરવ યાત્રા થકી માં બહુચરાજીના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ગૌરવ યાત્રા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નથી. આ યાત્રા નિકાળનાર ભાજપ હોઇ શકે, આ ગૌરવ યાત્રા માત્ર ગુજરાતની નથી.આ ગૌરવ યાત્રા ભારતના ગૌરવને સ્થાપિત કરતી યાત્રા છે. આજે દેશ આત્મ નિર્ભર, વોકલ ફોર લોકલ,વિકસીત ભારત બનાવવા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે ઉચાંઇ પર જઇ રહ્યુ છે તે યાત્રાની ગંગોત્રી ગુજરાત છે. ગુજરાતે દેશને સાધુ સંતો, સામાજીક સુઘારકો,પ્રખર નેતાઓ આપ્યા.આ ગૌરવ યાત્રાથી ગુજરાતનો એક એક નાગરીક ગૌરવવાંતીત થશે. રાજકીય નેતા કેવી રીતે પ્રદેશ અને દેશની તસ્વીર બદલે તેનું જીવતું ઉદાહરણ આપણે ગુજરાતથી જોયુ છે અને હવે દેશની વિકાસ યાત્રા જોઇ રહ્યા છે.

શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ભાઇને ભાઇથી લડાવ્યો. જ્યા પાણી જોઇતુ હતું ત્યા પાણી ન આપ્યુ. જે વિકાસની યાત્રા ચાલતી તેને અટકાવાનો પ્રયાસ કર્યો.આજે સમય તો જુઓ કોંગ્રેસ આજે અટકેલી,ફસાયેલી અને ભટકેલી છે. એક બાજુ મમતાએ નેનો પ્લાન્ટને ના પાડી દીધી તો બીજી બાજુ આપણા ગુજરાતના તે સમયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ નેનો પ્લાન્ટનુ ગુજરાતમાં સ્વાગત કર્યુ. કોરોના મહામારીથી દેશને વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બચાવી લીધું. દેશને કોરોના સામે રક્ષણ મળે તે માટે એક નહી બે-બે રસી ફ્રીમાં આપી. પહેલા પોલીયો જેવા રોગોની રસી માટે વર્ષો વીતતા પણ કરોનાની રસી 9 મહિનામાં આપી દીધી. આ સરકાર પ્રો-એક્ટીવ સરકાર છે, જવાબદાર સરકાર છે. ભાજપ સરકાર લોકોના દુખ-દર્દ સમજી શકે છે. યુક્રેનમાં યુદ્ધ સમયે દેશના યુવા વિદ્યાર્થીઓને પરત લાવવાનું સફળતાથી કામ કર્યુ. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે એક ફોન કરી અટકાવ્યું અને 22 હજાર વિદ્યાર્થીઓને સલામત ભારત લાવ્યા.

શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે પહેલા કોંગ્રેસની સરકારમાં દિવસભર નેશનલ હાઇવે માત્ર 12 કિ.મી બનતા પરંતુ આજે 37 કિ.મી બને છે. એક સમયે દેશમાં રેલ લાઇન એક વર્ષમાં 375 કિ.મી બનતી આજે 1458 કિ.મી રેલા લાઇન બને છે. એક સમયે 27 હજાર કરોડ એગ્રી કલ્ચરનું બજેટ હતું આજે એક લાખ 24 હજાર કરોડ બજેટ છે. દેશના ખેડૂતોને કિસાન સમાન નિધી મળે છે. પહેલા એક પ્રઘાનમંત્રી કહેતા કે હું એક રૂપિયા મોકલુ તો તે 85 પૈસા ક્યા જાય છે તે ખબર નથી આજે મોદીજી 11 કરોડ ખેડૂતોને તેમના ખાતમાં 2-2 હજાર રૂપિયા સીધા જમા કરાવે છે. પાછલા 21 વર્ષમાં ગુજરાતની તસ્વીર બદલાઇ છે. આજે ગુજરાત સ્ટાર્ટ અપમાં,સોલર,ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ,પાવર એનર્જી,સર પ્લસ પાવર,શિક્ષણ,હેલ્થમાં ગુજરાત આગળ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, માં બહુચરાજીની પાવન ઘરતી પરથી આજથી ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને જનતા ઉપસ્થિત છે સાથે જનતાને કહેવુ છે લોકશાહીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. પહેલા આ વિસ્તારમાં ગાંડા બાવળના વૃક્ષો જોવા મળતા પરંતુ આજે આ વિસ્તારમાં ઓટો ઇન્ડસ્ટ્રી આવવાથી આ વિસ્તાર મોંઘો બન્યો છે. મારૂતીનો પ્લાન્ટ અંહી આવવાથી રોજગારી વધી.ગુજરાત આજે નેનો કારથી લઇ નેનો યુરિયાનું સાક્ષી બન્યું છે. કલોલમાં નેનો યુરિયાનું પ્રોડકશન શરૂ થઇ ગયું છે. ખેડૂતોને પહેલા ખંભે 50 કિલોની બેગ લઇ ખેતરમાં જતા હતા તેના બદલે હવે ખીસ્સામાં 500 એમ.એલની બોટલ લઇ ખેતી કરવા જઇ શકાય એવી ક્રાંતીકારી શોધ થઇ છે. દેશનું કરોડો રૂપિયાનું હુંડિયામણ બચી શકશે. નર્મદા યોજનાના કામોને ગુજરાતમાં અટકાવનાર વિરોઘીઓ આજે ગુજરાતમાં વોટ માંગવા આવ્યા છે. કોણ મેઘા પાટકરની મંડળીને ટેકો કરતું હતું ? તે પણ આજે યાદ કરાવવું પડે કોંગ્રેસની તત્કાલીન સરકારે નર્મદા બંધની ઉંચાઇ વઘારવાની મંજૂરી નોહતી આપતી ત્યારે તે સમયના તાત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 78 કલાક ઉપવાસ પર બેસવું પડયુ. આજે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી માં નર્મદાનું નીર કેવડીયાથી કચ્છ સુઘી પહોંચ્યું છે.

આ કાર્યક્રમમાં મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેના માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે વિકાસના પાયા નખાયા છે. દેશમાં આવેલ કોરોના મહામારીમાં દેશનો કોઇ ગરીબ ભૂખ્યો ન સુવે તેના માટે પણ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચિંતા કરી અને 80 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજ આપવાની વ્યવસ્થા કરાવી. કોરોના પછી પણ ગુજરાત નાણાકીય વ્યવસ્થામાં નિતિ આયોગ પ્રમાણે આજે નંબર વનની પોઝીશન પર છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ,રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં આવનાર ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા પ્રયાસ કરીએ.

શ્રી રજનીભાઇએ સંબોધન કરતા જણાવ્યું કે, આજની આ ગૌરવ યાત્રામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો આપ સૌનું આ યાત્રામાં સ્વાગત છે. આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વ પ્રસિદ્ધ પ્રાચિન સુર્યનગરીને સમગ્ર દેશની સૌ પ્રથમ સોલર નગરી બનાવવાનું કામ કર્યુ છે. આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કારણે આજે રાણીની વાવ આજે રૂ.100 ની ચલણી નોટમાં સ્થાન ઘરાવે છે તે આપણા માટે સૌભાગ્યની વાત છે. વિકાસની રાજનીતી આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારથી કરી. નર્મદાના પાણીથી આજના ખેડૂતો સમૃદ્ધ થયા છે. વિવિધ ઓટો સેકટરના પ્લાન્ટ અંહી સ્થપાવવાના કારણે યુવાનોને વિપુલ પ્રમાણમાં રોજગારી મળી રહી છે. આવો સૌ સાથે મળી 2022ની વિઘાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવાનો સંકલ્પ સાર્થક કરવા એડી ચોટીનું જોર લગાવીએ અને દેશના યશસ્વી વડાપ્રઘાન અને ગુજરાતના પનોતા પુત્રશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના તેમજ ગતીશીલ સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સરકારના હાથ વધુ મજબૂત બનાવીએ. શ્રી રજનીભાઇએ ઉપસ્થિત તમામ કાર્યકરોને આવનાર ચૂંટણીમાં ભવ્ય જીત મળશે તે માટે સંકલ્પ લેવડાવ્યો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM