– ભેટ–સોગાદો, ચીજવસ્તુ, શ્રૃંગાર જરૂરિયાતમંદને અપાશે.
– ઠાકોરજીના લગ્ન સમારોહ માટે જબરો ઉત્સાહ.
તા. ૪ શુક્રવારે જીવનનગરમાં ભાવપૂર્વક તુલશી વિવાહ

જીવનનગર વિકાસ સમિતિ, મહાદેવધામ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર તા. ૪ નવેમ્બરે મહાદેવધામમાં સાંજે પ કલાકે ઠાકોરજીના લગ્ન સમારોહ ધામધૂમથી ઉજવાશે. લગ્નમાં આવેલી ભેટ–સોગાદો, શ્રૃંગાર, ચીજ–વસ્તુ, પ્નતિ વર્ષની જેમ જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવશે. ઠાકોરજીના લગ્નવિધિ, તુલસી વૃંદાના પક્ષે શ્રધ્ધાળુ પરિવારે જવાબદારી લીધી છે.
તુલશી વિવાહમાં અંજલિબેન રૂપાણી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, મેયર ડૉ. પ્નદિપભાઈ ડવ, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ ઉપપ્નમુખ પરેશભાઈ હુંબલ, નગરસેવકો ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાવાળ, ચેતનભાઈ સુરેજા, નિરૂભા વાઘેલા, વોર્ડ પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, કમલેશભાઈ કાનાણી હોદ્દેદારો હાજરી આપવાના છે.

મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ વ્યવસ્થાની જવાબદારીમાં હોય જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, તિરૂપતિનગર, બ્રહ્મસમાજ, શિવપરા, રાવલનગર, આસપાસના રહીશો તુલશી વિવાહમાં ભાગ લેવાના છે. ઠાકોરજીના લગ્ન હોય રહીશોએ પોતાનું યોગદાન જાહેરાત કરતાં સમીયાણો ઉભો કરવામાં આવ્યો છે.
સમિતિના વિનોદરાય ભટ્ટ તથા કેતનભાઈ મકવાણાએ જણાવ્યું કે શુક્રવારે સાંજે ૪ કલાકે ઠાકોરજીનું સામૈયું ભારતીબેનના ઘરેથી નીકળશે. માર્ગો ઉપર પુષ્પવૃષ્ટિ સાથે લગ્નમંડપમાં કન્યા પક્ષે હર્ષાબેન પરિવાર જાનૈયાઓનું સ્વાગત કરશે. તુલશી વિવાહ સમારોહ જીવનનગર શેરી નં. ૪, બ્રહ્મસમાજ સામે, રૈયા રોડ, મહાદેવધામમાં સાંજે પ થી રાત્રીના ૮ સુધી ધાર્મિક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. મહિલા મંડળે તમામ તૈયારી પુરી કરી લીધી છે.
મહિલા મંડળના ભારતીબેન રાવલ, શોભનાબેન ભાણવડિયા, અલ્કાબેન પંડયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા, કલ્પનાબેન દવે, હંસાબેન ચુડાસમા રહીશોએ લગ્ન સમારોહની જવાબદારી લીધી છે.
સમિતિના મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, વિનુભાઈ ઉપાધ્યાય, કેતનભાઈ મકવાણા, વિજયભાઈ જોબનપુત્રા, ગોવિંદભાઈ ગોહેલ, પંકજભાઈ મહેતા, પાર્થ ગોહેલ, પંકજભાઈ ખખ્ખર, હસુભાઈ મોડેસરા, શૈલેષભાઈ પુજારા, રાજુભાઈ મોડેસરા, અંકલેશ ગોહિલ, કેતનભાઈ મકવાણા, રવિ પરબતાણી સહિત કાર્યકરો સમગ્ર આયોજનનું દેખરેખ રાખવાના છે.
