રાનકૂવા બી એલ પટેલ હાઈસ્કૂલના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું.

રિપોર્ટ ,મયુર પટેલ

ર્મશીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના સમયમાં આદિવાસી બાળકોના ઉત્થાન માટે ગામે ગામ વિજ્ઞાન પ્રવાહ શાળાઓ શરૂ કરવામાં આવેલી ગામે ગામ ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાલક્ષી અને સુવિધા લક્ષી શિક્ષણ ની જોગવાઈ કરેલી પરિણામ સ્વરૂપ આજે ગ્રામ્ય વિસ્તારના બાળકો શહેરી વિસ્તારના બાળકો ની જેમ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે


જ્ઞાન કિરણ સમાજ દ્વારા આદિવાસી બાળકો કે જેમણે બોર્ડમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને સન્માનનો કાર્યક્રમ સમાજ ભવનમાં રાખવામાં આવેલ બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા ના બાળકો છવાઈ ગયા મોટાભાગના ઇનામો આસાળાના બાળકોએ પ્રાપ્ત કર્યા આદિવાસીઓના ઉત્થાન માટે કટિબદ્ધ બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા ની કામગીરીને ઉપસ્થિત મહાનુભવો એ બિરદાવી સમાજના તેજસ્વી તારલાઓની કારકિર્દી વધારવા તેમજ શિક્ષકોની નિર્મોહી નિવૃત્તિ બિરદાવ HBવાના સ્નેહ સંમેલનના કાર્યક્રમમાં રાનકૂવા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સન્માનિત કરાયા હતા. નવસારી જિલ્લા કક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોનુ સ્નેહ સંમેલન ૩૦ ઓક્ટોબરના રોજ સુરખાઇના શાંતાબા નારણદાસ પટેલ સમાજ ભવનમાં સ્નેહ સંમેલનના પ્રમુખશ્રી જેશિંગભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક અને સામાજિક આગેવાન શ્રી કલ્યાણભાઈ પટેલ તથા નિવૃત્ત મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી દિનેશભાઈ પટેલ અને અન્ય મેહમાનશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં જિલ્લાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકૂવાની ધો-૧૧ની વિદ્યાર્થીનીઓ પ્રિયા ખંડુભાઈ પટેલ અને ધ્રુવી અશોકભાઈ પટેલને જિલ્લા કક્ષાએ SSCમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરવા બદલ સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *