
કોમનમેનની છાપ ધરાવતા કાંતિભાઈ અમૃતિયા ને ટીકીટ મળતા જનતામાંથી શુભેચ્છા સાથે અભિનંદનનો વરસાદ
નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતીમાં સહભાગી થવાની વધુ એક વખત તક મળતા ભાજપના તમામ મૈવડી મંડળનો આભાર માનતા કાંતિભાઈ અમૃતિયા મોરબી વિધાનસભા બેઠક ઉપર અંતે પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત વિશ્વાસ મુકીને ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી ઉતારવામાં આવતા આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો સહીત જનતામાં આનંદની લાગણી છવાઈ છે
દરમ્યાન કાંતિભાઈ અમૃતિયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વિકાસની રાજનીતીમાં મને વધુ એક વખત સહભાગી થવાની તક મળી છે તે વચ્ચે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજી સહીત પ્રદેશની તમામ માવડી મંડળ તેમજ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના માવડી મંડળ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત સૈાનો આભાર સાથે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં સામાન્ય કાર્યકર તરીકે મને વધુ એક વખત જવાબદારી સોંપી છે તે જવાબદારી નિભાવીને પ્રજાની સેવા કરવાની તક આપવામાં આવી છે તેના ઉપર ખરો ઉતરવાનો પ્રયાસ કરવામાં જરાય કસર છોડવામાં આવશે નહિ અને આ વિસ્તારની જનતા વચ્ચે કમળ યાત્રાના માધ્યમથી હવે ૧૦૮ની જેમ ફરીથી આ વિસ્તારમાં લોકોની સુખાકારી, વિકાસ કરવા માટે કાયમ તત્પરતા દાખવાની વાત કરી હતી
