
કોમનમેનની છાપ ધરાવતા મેધજીભાઈને ટીકીટ મળતા જનતામાંથી શુભેચ્છા સાથે અભિનંદનનો વરસાદ
નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતીમાં સહભાગી થવાની વધુ એક વખત તક મળતા ભાજપના તમામ મૈવડી મંડળનો આભાર માનતા મેધજીભાઈ ચાવડા
જામનગર જીલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાંથી ૭૬-કાલાવડ (એસ.સી.) વિધાનસભા બેઠક ઉપર અંતે પુર્વ ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત વિશ્વાસ મુકીને ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી ઉતારવામાં આવતા આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો સહીત જનતામાં આનંદની લાગણી છવાઈ છે
મળતી વિગત મુજબ જામનગર જીલ્લાના ૭૬-કાલાવડ વિધનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેધજીભાઈ ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવેલ છે ત્યારે મેધજીભાઈ ચાવડા અગાઉ ૨૦૧૨માં આ બેઠક ઉપરથી કોગ્રેસના દિનેશભાઈ પરમારને પછડાટ આપીને ૬૧૧૯ મતોથી વિજેતા થયા હતા અને ૨૦૧૭માં આ બેઠક ઉપર કોંગ્રેસએ કબજો જમાવી લીધો હતો ત્યારે ફરીથી ૨૦૨૨માં બીનવિવાદાસ્પદ ચહેરા તરીકે અને કાયમ પ્રજા વચ્ચે રહેતા મેધજીભાઈ ચાવડા ઉપર ભાજપએ પસંદગી કરવામાં આવી છે
દરમ્યાન મેધજીભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વિકાસની રાજનીતીમાં મને વધુ એક વખત સહભાગી થવાની તક મળી છે તે વચ્ચે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજી સહીત પ્રદેશની તમામ માવડી મંડળ તેમજ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના માવડી મંડળ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત સૈાનો આભાર સાથે ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાં સામાન્ય કાર્યકર તરીકે મને વધુ એક વખત જવાબદારી સોંપી છે તે જવાબદારી નિભાવીને પ્રજાની સેવા કરવાની તક આપવામાં આવી છે તેના ઉપર ખરો ઉતરવાનો પ્રયાસ કરવામાં જરાય કસર છોડવામાં આવશે અને આ વિસ્તારની જનતા વચ્ચે કમળ યાત્રાના માધ્યમથી હવે ૧૦૮ની જેમ ફરીથી આ વિસ્તારમાં લોકોની સુખાકારી, વિકાસ કરવા માટે કાયમ તત્પરતા દાખવાની વાત કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, મેધજીભાઈ ચાવડા ૨૦૦૧ થી ૨૦૦૫ દરમ્યાન સદસ્ય તાલુકા પંચાયત, ધ્રોલ (ખારવા સીટ), વિશેષ જવાબદારી તરીકે સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ, તા.પ. ધ્રોલ, (૨) ૨૦૦૫થી ૨૦૧૦ જામનગર જીલ્લા પંચાયતના સદસ્ય (ખારવા સીટ)તથા સામાજીક ન્યાય સમિતિના ચરેમેન જી.પ. જામનગર (૩) ૨૦૧૨/૧૭ દરમ્યાન ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યની જવાબદારી બજાવેલ છે. જયારે ભારતીય જનતા પાર્ટી સંગઠન માળખામાં જામનગર જીલ્લા અનુસુચીત જાતિ મોરચના ઉપપ્રમુખ, ૨૦૦૩/૬ જામનગર જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ, ૨૦૦૬/૦૯ જીલ્લા ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે સહીત કાયમ ભાજપ સંગઠનની નિષ્ઠાપુર્વક જવાબદારી નિભાવવામાં આવેલ છે
