ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં આજે તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન યોજાનાર

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં આજે તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે આ પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૩૫૩ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા સુચારુરૂપે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ સાથે પોલિંગ સ્ટાફને રવિવારે રવાના કરવામાં આવ્યો હતો. આજે યોજાનારા મતદાન માટે દહેગામમાં ૨૫૫, ગાંધીનગર(દ)માં ૩૫૩, ગાંધીનગર(ઉ)માં ૨૪૨, માણસામાં ૨૬૫ અને કલોલમાં ૨૩૮ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં કુલ ૧૪૮૮ પ્રિસાઇડીંગ, ૧૪૮૮ પોલીંગ ઓફિસર-૧, ૧૪૮૮ પોલીંગ ઓફિસર, ૨૬૯૩ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે ૧૫૩૫ પોલીસકર્મીઓ, ૧૫૧૧ હોમગાર્ડ અને સી.એ.પી.એફ. ની ૩૨ હાફ સેકશન અને ૮ ફુલ સેકશન ટુકડીઓ સંપૂર્ણ ન્યાયિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ૬,૭૯,૮૩૧ પુરુષો, ૬,૪૬,૯૫૯ મહિલાઓ તેમજ અન્ય ૪૮ સહિત કુલ ૧૩,૨૬,૮૩૮ મતદારો નોંધાયેલા છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે. દ્વારા જિલ્લાના તમામ મતદારોને ઉત્સાહભેર લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *