નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ધ્વારા ખંડોસણ ગામે નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

સાકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલની પ્રેરણા અને કુશળ નેતૃત્વ હેઠળ સંચાલિત નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ધ્વારા ખંડોસણ ગામે આવેલ દૂધ ઉત્પાદક ડેરીમાં તારીખ ૧૩/૧૨/૨૦૨૨ના મંગળવાર ના રોજ નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમાં ૫૦ થી પણ વધારે દર્દીઓએ લાભ લીધો હતો.જેમણે હોમિયોપેથિક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં ૧૩ થી વધુ દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી.આ નિઃશુલ્ક સફળ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ  દૂધ ઉત્પાદક ડેરીના મંત્રીશ્રી તેમજ ખંડોસણ ગામના અગ્રણીઓ તરફથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *