પ્રાંતિજ ના મેમદપુર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ની શિબિર યોજાઇ
આજુબાજુના ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા
પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા પ્રતિનિધી એચ.સી.દવે દ્રારા વિસ્તૃત માહિતી આપી મનુભાઈ નાયી સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ખાતે આવેલ સિધ્ધી ફાર્મ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની શિબિર યોજાઇ હતી જેમા પ્રાંતિજ સહિત તાલુકા માંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જી.એન.એફ.સી.ભરૂચ દ્રારા પ્રાંતિજ ના મેમદપુર ખાતે આવેલ સિધ્ધી ફાર્મ ઉપર પ્રાકૃતિક ખેતી ને લઈ ને શિબિર યોજાઇ હતી જેમા મેમદપુર ગામ સહિત પ્રાંતિજ તથા આજુબાજુમાથી આશરે ૭૦ થી૮૦ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી લીધી હતી તો કંપનીના હિંમતનગર ખાતેના જિલ્લા પ્રતિનીધી એચ.સી.દવે દ્રારા પ્રાકૃતિક ખેતી અંગે ના મુખ્ય પાસાઓ , ફાયદાઓ તેમજ કુલ જમીન મા ઓછામા ઓછુ ૧૦% જમીન ઉપર પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો તેમજ સીટી કોમ્પોસ્ટ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરેલ અને રસાયણ મુકત ખેતી ઉપર ભાર મુકતા લિંબોળી તેલ નો જીવાત નિયંત્રણ માટે સાર્વત્રિક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો જયારે જિલ્લા ખેડીવાડી હર્ષદભાઇ પટેલ દ્રારા સરકાર દ્રારા ચલાવાની પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહિત કરનારી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી આત્મા પ્રોજેક્ટ ના નરેન્દ્રભાઇ પટેલ દ્રારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય અંગ એવા જીવામૃત , ધનામૃત , બ્રહ્મસ્ત્ર વગેરે વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી જાણકારી આપી હતી જયારે સિધ્ધી ફાર્મ માલિક વિષ્ણુભાઇ પટેલ દ્રારા પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના અનુભવો તેમજ ઓછા ખર્ચ વધુ વળતર મેળવવા ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો તો પ્રગતિશીલ ખેડૂત સમીર પટેલ દ્રારા કંપની દ્રારા પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે યોજેલ ખેડૂત શિબિર માટે કંપની નો આભાર વ્યક્ત કર્યો હતો જયારે કંપની દ્રારા માલિક વિષ્ણુભાઇ પટેલ ને પ્રોત્સાહિત રૂપે ૫૦૦૦ નો ચેક આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા જયારે કંપની ના પ્રાંતિજ ડેપોના ઈન્ચાર્જ ડી.પી.શાહ દ્રારા ઉપસ્થિત અધિકારીઓ તેમજ ખેડૂત સમુદાય નો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહેતા આભાર વ્યક્ત કર્યો હતો.