ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન


ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ, અમદાવાદ-380009ની કચેરી ખાતે. 28-12-2022ના રોજ 15.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદો વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરશે.

અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), આકાશવાણી ઓફિસની પાછળ, ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380009ને મોકલવી જેથી નિયત તારીખ 21-12-2022 સુધી અત્રે કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહિં.

ફરિયાદ વિષયલક્ષી સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહિં. તદુપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહિં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *