
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. પ્રશાંત કોરાટ, મેયરશ્રી હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશ દેસાઈ, મહાનગર ભાજપના મહામંત્રી ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર અપાયું હતું.
