વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના સંદર્ભે શહેર ભાજપ દ્વારા પથિકાશ્રમ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન યોજાયું.

બિલાવલ ભુટ્ટોનું પૂતળું બાળી તેમજ ‘પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટો માફી માગે’, ‘પીએમ મોદી અને ભારતનું અપમાન, નહિ સહન કરે હિન્દુસ્તાન’, ‘આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન મુર્દાબાદ’ સહિતના નારા લગાવી અને પ્લેકાર્ડ દર્શાવી વિરોધ નોંધાવી ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામા આવ્યું.

પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. પ્રશાંત કોરાટ, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયું વિરોધ પ્રદર્શન

ગુજરાતની ધરતીના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના સંદર્ભે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ પથિકાશ્રમ સર્કલ પાસે મહાનગર ભાજપા દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. પ્રશાંત કોરાટ, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રી નરેશભાઈ દેસાઈ, શહેર સંગઠનના મહામંત્રીઓ સહિતના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, સમર્થકો જોડાયા હતા. જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના પૂતળાને બાળવામાં આવ્યું હતું તેમજ ‘પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટો માફી માગે’, ‘પીએમ મોદી અને ભારતનું અપમાન નહિ સહન કરે હિન્દુસ્તાન’, ‘આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન મુર્દાબાદ’ સહિતના નારા લગાવી અને પ્લેકાર્ડ દર્શાવી વિરોધ નોંધાવાયો હતો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં ભાજપા દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે જેમાં સ્પષ્ટ સંદેશ સાથે જણાવાયું છે કે સત્તામાં બની રહેવાના સ્વાર્થની વચ્ચે પાકિસ્તાનની બગડતી આર્થિક સ્થિતિ, અરાજકતાની સ્થિતિ, દુનિયાના દેશો સાથે ખરાબ થતા પાકિસ્તાનના સંબંધો, આતંકવાદને પોષવાની નીતિથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કાયરતાપૂર્ણ અને નીચ કક્ષાનું નિવેદન કર્યું છે જ્યારે ભારત આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વપટલ પર પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, ભારતની વિદેશ નીતિની સાર્વત્રિક સરાહના થઈ રહી છે, બીજી તરફ પાકિસ્તાન આજે હાંસિયામાં ધકેલાઈ ગયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *