


ગુજરાતમાં નવીન બનેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ઉદ્યોગ મંત્રી જેવું મહત્વનું સ્થાન પ્રાપ્ત થતાં સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિધ્ધપુર ભારતીય જનતા પાર્ટી એકમ દ્વારા યોજવામાં આવેલ ઋણ સ્વીકાર અને સન્માન સમારોહમાં બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ મને ચૂંટણી લડવા માટે ટિકિટ આપી મતદારોએ, કાર્યકરોએ અને સંગઠને તનતોડ મહેનત કરી મને વિજયી બનાવ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનુ સ્થાન આપી મહત્વના વિભાગોની જવાબદારી આપી તે બદલ હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું મને સરકારે જે જવાબદારી સોંપી છે તે હું સંતોષકારક પૂર્ણ કરીશ સિધ્ધપુર -પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગો અને રોજગારીની વિપુલ માત્રામાં તકો ઊભી કરવામાં આવશે મત વિસ્તારના તમામ ગામોમાં વિકાસ અને જરૂરિયાતવાળા કામોનો સર્વે કરાવી તમામ કામને મહત્વ આપવામાં આવશે ખૂબ જ ઓછા સમયમાં કામ પૂર્ણ થાય તે પ્રકારે પણ આયોજન હાથ ધરવામાં આવશે આ પ્રસંગે જીલ્લા સંગઠનના હોદેદારો , સિદ્ધપુર શહેર, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકા સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચા, મહિલા મોરચા, વિવિધ મંડળો, નગરપાલિકા , તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ વિવિધ સમાજ અને સંસ્થાઓના આગેવાનો તેમજ નાગરિકોએ ઉપસ્થિત રહી બલવંતસિહનુ બુકે, ફૂલહાર, સાલ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
