અનાવલ શુકલેશ્વર ફળિયાના આદિવાસી સમાજ દ્વારા તેમના કુળદેવી ભવાની માતાજીની વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી…

મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ફળિયામાં વસતા આદિવાસી સમાજના લોકોએ એમની કુળદેવી ભવાની માતાજીની દર વર્ષેની જેમ આ વર્ષે પણ વર્ષગાંઠ ઉજવવામાં આવી સમાજના તમામ લોકો એકત્રિત થઈ ઘર દીઠ ફંડ ફાળો ઉઘરાવી સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવે છે તેમાં ગામના તથા આજુબાજુ ગામના આગેવાનોને આમંત્રિત કરવામાં આવે છે જેમાં અનાવલ ગામના સરપંચ મંજુલાબેન મહુવા સુગરના ડિરેક્ટર વિપુલભાઈ, ઝવેરભાઈ, માજી સરપંચ ઠાકોરભાઈ બાલુભાઈ ,ગામના આગેવાન ફતેસિંગભાઈ, ડોક્ટર બાબુભાઈ આદિવાસી સેના પ્રમુખ ડોક્ટર પંકજ. પી .પટેલ જેવા અનેક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સવારથી જ ગામના ભાઈઓ તથા બહેનો રસોડામાં અને બીજી પૂજાની તમામ કામગીરીમાં જોડાઈ ગયા હતા..ત્યારબાદ પૂજા અને હવનનું કાર્યક્રમ પૂર્ણ થતા મહાપ્રસાદ લઈ સમાજના આગેવાનોની નજર સમક્ષ મંદિરની દાન પેટી ખોલી હિસાબ કરી સમાજને વિશ્વાસમાં લઈને સમાજના પ્રમુખ બાબુભાઈ ની ઉપસ્થિતિમાં તમામ હિસાબ મંત્રી કમલેશભાઈ ને જવાબદારી સોંપવામાં આવી આ જ રીતે માતાજીની કૃપાથી સમાજ ની એકતા જળવાઈ રહે એવી સૌ કોઈ માતાજીના દર્શન કરી પ્રાર્થના આરાધના કરવામાં આવી હતી…

રિપોર્ટ, મયુર પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *