આવતીકાલે સી.આર. પાટીલ કચ્છમાં

ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો પછી તેઓ પ્રથમ જ વખત કચ્છના પ્રવાસે આવે છે. જાણવા મળતી માહિતી મુજબ સી.આર. પાટીલ અબડાસાના મુખ્ય મથક નલીયા જશે. ત્યાં આવતીકાલે બપોરે તેઓ કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી સંગઠન સબંધી ચર્ચા કરશે. જેમાં વિધાનસભાની વર્તમાન અબડાસા બેઠક વિશેની ચર્ચા ઉપરાંત આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ સબંધિત ચર્ચા થશે. જોકે, સી.આર. પાટીલ ચુંટણીલક્ષી કોઈ સભા કરશે કે કેમ, તે અંગે હજી કોઈ કાર્યક્રમ નિશ્ચિત થયો નથી. પરંતુ તેમની મુલાકાત સંગઠનલક્ષી જ હશે એવી ચર્ચા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *