ડાંગ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણી અંતર્ગત બુથ પ્રચાર પ્રવાસ ના કાર્યક્રમમાં વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા વઘઇ તાલુકાના કાલીબેલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં શક્તિ કેન્દ્ર પર બુથ સમિતિ, પેજ પ્રમુખો, કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી જયારે હોદ્દેદારો દ્વારા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ડાંગ વિધાનસભાના ઉમેદવાર વિજયભાઈ પટેલને જીતાવવા માટે આહવાન કરાયું હતું ભાજપના કાર્યર્ક્તાઓને આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવા૨ને જીતાડવા માઈક્રોપ્લાનીંગ અને ડો૨-ટૂ-ડો૨, ઘે૨-ઘે૨ અને ડેલી એ ડેલીએ સંપર્ક ક૨વા કાર્યર્ક્તાઓને હાકલ કરી હતી જ્યારે કાર્યકરો અને યુવાનો,વડિલો ,બહેનોએ ડાંગ પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને વિધાનસભા ચૂંટણીમાં સાથ આપવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડકશ્રી આર.સી.પટેલ, ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી કરશનભાઇ પટેલ,માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, વિરોધ પક્ષના નેતા તાપી જિલ્લા પંચાયત મોહનભાઇ કોંકણી, સનતભાઈ ચૌધરી માજી તાલુકા પંચાયત સદસ્ય, કાલીબેલ જીલ્લા પંચાયત ઈન્ચાર્જ સુભાષભાઈ ગાઈન, મહામંત્રી કિશોરભાઇ ગાવીત, રિતેશભાઈ પટેલ, અરવલ્લી જીલ્લાના રિટાયર્ડ આઈપીએસ ઓફિસર પી.સી બરંડા,
શૈલેષભાઈ, સંકુતલા બેન પાડવી,યુવા મોરચા ઉપપ્રમુખ કમલેશ ભાઈ ભોયે, દક્ષા બેન, કમળા બેન ચૌધરી,નવસારી જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ દિનેશભાઇ,વાંસદા તાલુકાના ગણપતભાઈ માહલા, તાપી જિલ્લાના સંજયભાઈ ગામીત, અમીતભીઇ, ટવીંકલ ભાઈ, તાલુકા પંચાયત ના ઇન્ચાર્જો, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના વડિલો, ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ – પટેલ હિતાર્થ, વઘઇ



