






કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
શ્રી નીલકંઠ વિદ્યામંદિર હજાત શાળામાં કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની અંકલેશ્વરના સૌજન્ય થી માધ્યમિક શાળા ના બાળકોના હેલ્થ ચેક અપ અન્વયે બાળકોનું બ્લડ ગ્રુપ તથા આંખ ના નંબર ની તપાસ કરવામાં આવી આ પ્રસંગે કંપનીના CSR મેનેજર જલ્પા બેન, ડો.સાગરભાઈ ડૉ.પિયુષભાઈ, ડૉ.હરેશભાઈ હાજર રહી સરસ સેવાકીય કામગીરી કરી. આ પ્રસંગે કંપની તરફથી ચશ્મા ફ્રીમાં બનાવી આપવામાં આવ્યા, તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરવામા આવ્યું. આ પ્રસંગે શાળા પરિવારના રમણભાઇ પટેલ, મેહુલભાઈ પટેલ, નટુભાઈ વસાવાએ આભાર વ્યકત કરી સામાજિક કાર્ય માટે કંપનીનો આભાર માની અભિવાદન કર્યું હતું.
