અંકલેશ્વર ના બે કલાકારો ને ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો-2022″ આઇડેન્ટિટી એવોર્ડ થી સન્માનિત કરાયા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના બે કલાકારો ને ગાંધીનગર ખાતે હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર સંસ્થા દ્વારાયોજાયેલ અતુલ્ય વારસો -2022 આઇડેન્ટિટી એવોર્ડ કાર્યક્રમ માં ભરૂચ જિલ્લા માંથી માત્ર અંકલેશ્વર ના નિકુંજ કુમાર મહેતા ને કલા ક્ષેત્રે અને મહેશ ભાઈ વસાવા ને ચિત્રકલા ક્ષેત્રે અતુલ્ય વારસો-૨૦૨૨” આઇડેન્ટિટી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા .. .

ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે કટીબધ્ધ એવી ગાંધીનગર ની હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા ગાંધીનગર સેક્ટર 15 ખાતે અતુલ્ય વારસો -2022 આઇડેન્ટિટી એવોર્ડ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામાજિક કાર્યકર અનારબેન પટેલ ,હેરિટેજ ટુરિઝમ ના પૂંજા બાપુ વાળા ,લેખક કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમી ના મહામંત્રી જયેન્દ્રસિંહ જાદવ અને પર્યાવરણવિદ મનીષ વૈદ્ય હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય ના 25 જિલ્લામાંથી કુલ 86 મહાનુભાવો ને શિક્ષણ, સાહિત્ય, લેખન, સંશોધન, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, હસ્તકલા, ગાયન, વાદન વગેરે વિવિધ ક્ષેત્રે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. જે પૈકી ભરૂચ જિલ્લા માં અંકલેશ્વર ના નિકુંજ કુમાર મહેતા ને કલા ક્ષેત્રે અને મહેશ ભાઈ વસાવા ને ચિત્રકલા ક્ષેત્ર મા અમૂલ્ય યોગદાન માટે “અતુલ્ય વારસો-2022” આઇડેન્ટીટી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા ના કલા રસિક અને કલા સાધકો મા ખુશી ફેલાઈ જવા પામી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *