ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ શમશુદીન તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

સ્વ. શ્રી અબ્બાસ તૈયબજીનો જન્મ તા.૧લી ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વડોદરા ખાતે થયો હતો. પ્રાથમિક અભ્યાસ વડોદરા ખાતે કર્યા બાદ તેઓ લંડન જઇને બેરિસ્ટર બન્યા હતા અને સયાજીરાવ ગાયકવાડ સરકારમાં તેઓશ્રી ચીફ જસ્ટિસ બન્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને શ્રી તૈયબજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *