ડાંગ દરબાર-2023ના આયોજન અંગે બેઠક યોજાઇ

સંભવિત તા.2 થી 6 માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજાશે

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામા આવે છે. આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામા આવે છે. ડાંગ દરબારનુ ઉદ્ધાટન માન.રાજ્યપાલના હસ્તે કરવામા આવે છે. રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓનુ સન્માન કરવામા આવે છે.ચાલુ વર્ષે ડાંગ દરબાર યોજવા અંગે તંત્ર દ્વારા આયોજનની બેઠક બોલાવામા આવી હતી. જેમા સંભવિત તા.2 થી 6 માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *