અરવલ્લી જીલ્લામાં બાયોડીઝલના નામે ગેરકાયદેસર જ્વલનશીલ કેમિકલ વેચાણ કરવાનો ધંધો પુરજોશમાં ફૂલોફાલ્યો છે જીલ્લા સતત ગેરકાયદેસર બાયોડીઝલ નો જથ્થો પોલીસતંત્રના હાથે ઝડપાઈ રહ્યો છે અરવલ્લી એસઓજી પોલીસે શામળાજી નજીક આવેલ શામળીયા હોટલ કંપાઉન્ડમાં આવેલ “રામદેવ બાયો ડિઝ” નામના પંપ નજીક ઉભા રહેલા ટેન્કરમાંથી ૧.૬૦ લાખનું ૨૫૦૦ લીટર બાયોડીઝલનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરી “રામદેવ બાયો ડિઝ” પંપના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લામાં પુરવઠા તંત્રની નિષ્ફળતાના પગલે ઠેર ઠેર બાયોડીઝલ વેચાણ થઇ રહ્યું છે ત્યારે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર ગડાદર પાટિયા નજીક આવેલ શામળિયા હોટલ કંપાઉન્ડમાં ધમધમતા રામદેવ બાયો ડિઝ પંપ અંગે પુરવઠા તંત્ર અજાણ હતું કે પછી આંખ આડે કાન કરવામાં આવી રહ્યા હતા જેવી તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલી શામળીયા હોટલના કંપાઉન્ડમાં ધમધમતા “રામદેવ બાયો ડીઝ” નામના પંપ પર અરવલ્લી એસઓજી ટીમે રેડ કરતા પંપ નજીક ઉભી રહેલ ટેન્કરમાંથી જ્વલનશલી બાયોડીઝલ નો ગેરકાયદેસર ૨૫૦૦ લીટર કીં .રૂ. ૧૬૦૦૦૦/- નો જથ્થો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી આ અંગે ભિલોડા પુરવઠા તંત્રને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા અને પંપને સીલ કરવાની કામગીરી હાથધરી હતી એસઓજી પોલીસે ૧.૬૦ લાખ ગેરકાયદેસર બાયોડીઝલ જેવું જવનશીલ પ્રવાહી અને ટેન્કર કીં.૫ લાખ મળી કુલ રૂ.૬.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી “રામદેવ બાયો ડીઝ” ના અજાણ્યા માલિક વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

