શ્રી સી જી બુટાલા સર્વોદય હાઇસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

અમિતકુમાર ઉપાધ્યાય અરવલ્લી

આજ રોજ શ્રી સી જી બુટાલા સર્વોદય હાઇસ્કૂલ મોડાસા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આપણી માતૃભાષા ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવતી અને સન્માન કરવાની અસરકારક વાતો શાળાના આચાર્યશ્રી ડો. આર સી મહેતા અને ગુજરાતી ભાષાના શિક્ષક ભાઈ બહેનો દ્વારા કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા પણ માતૃભાષાના ગુણગાન કરતી કાવ્યરચના નું ગાન અને વક્તવ્યો આપવામાં આવ્યા હતા અને આવનારી પેઢીઓ માતૃભાષાનું મહત્વ સમજી તેનું જતન અને સવર્ધન કરી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારે તેવો અસરકારક પ્રયત્ન કરવામાં આવો હતો, ત્યારબાદ સરકારશ્રી દ્વારા પસારિત બાયસેગ કાર્યક્રમ પણ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે નિહાળ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *