સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ઇજનેરી વિભાગની બે વિધાર્થીની ભારત સરકારના યુવા સંગમ કાર્યક્રમ અંતર્ગત આઇઆઇટી ગુવાહટી ની વિઝીટ માટે રવાના

            સાંકળચંદ પટેલ યુનવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ ના નેતૃત્વમાં અને પ્રોવોસ્ટ ડો. ડી જે શાહ ના માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ કોલેજ ઑફ એન્જિનિરિંગ ના બીજા સેમેસ્ટર માં અભ્યાસ કરતી ક્રિમા પંચાલ અને નિધિ ચૌધરીની ભારત સરકારના યુવા સંગમ કાર્યક્રમ હેઠળ આઇઆઇટી ગુવાહટીની મુલાકાત માટે પસંદગી થઈ છે. ગુજરાતના કુલ 53 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થિની આ સંસ્થાની છે. જેમાં ભારત સરકાર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની બંને દીકરીઓને સંસ્થાના પ્રિન્સીપાલ ડો. સંતોષ શાહ અને સ્ટાફ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *