



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સૌરાષ્ટ્ર કડવા સમાજ ની વાડી ખાતે સૌરાષ્ટ્ર ઉમા વુમન ફાઉન્ડેશન,સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ તથા ઉમિયાધામ સીદસર, કંડારિયા ફાઉન્ડેશન રાજકોટ અને કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા ના સહયોગથી નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકઅપ અને ફ્રી મેડિસિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર સૌરાષ્ટ્ર ઉમા વુમન ફાઉન્ડેશન,,સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ તથા ઉમિયાધામ સીદસર,, કંડારિયા ફાઉન્ડેશન રાજકોટ અને કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા ના સહયોગથી અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ ની વાડી ખાતે નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકઅપ અને મેડિસિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક જ્ઞાતિના વડીલો, બહેનો અને દસ વર્ષથી ઉપરના બાળકોનું હિમોગ્લોબીન ચેકઅપ કરી, હિમોગ્લોબિન ની ઉણપ ધરાવતા વ્યક્તિઓને વિના મુલ્યે એક મહિનાની દવા આપવામાં આવી હતી આ પ્રસંગે સૌરાષ્ટ્ર ઉમા વુમન ફાઉન્ડેશન ના ચેરપર્સન સોનાબેન બાણગોરીયા,સરલાબેન ભુવા સહીત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા