ઈકો ગાડીમાંથી ૬૨ હજારના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને દબોચતી અરવલ્લી એલસીબી પોલીસ.

રવલ્લી જિલ્લામાં પોલીસ તંત્ર સતર્ક થયા પછી રોજબરોજ વિદેશી દારૂ પકડાવાનો વધી ગયું છે.  એલસીબી અરવલ્લીના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે પરમાર અને તેમની ટીમના માણસો અનિલકુમાર અંબાલાલ, મોહનસિહ પુજેસિહ, દિલીપભાઈ રામભાઈ , નિલેષકુમાર વિષ્ણુંભાઈ તથા અનોપસિહ શુક્રવારના રોજ ભિલોડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે, એક સફેદ કલરની ઈકો ગાડીમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી અમદાવાદ તરફ થનાર છે. જે બાતમીના આધારે બુધરાસણ ગામની સીમમાં ત્રણ રસ્તા પર નાકાબંધી કરી પોલીસ જીપ આડી મુકી રસ્તો રોકી આવી રહેલી નંબર વગરની ઈકો ગાડીને રોકી ઝડતી લેતાં નિચેના ભાગે સેક્શન બનાવી તેમજ એન્જિન ના ભાગમાં છુપાવીને રાખેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની છુટી બોટલ નંગ. ૧૨૫. કિંમત રૂપિયા ૬૨,૫૦૦/- તથા મોબાઇલ અને ઈકો ગાડી મળી કુલ  રૂપિયા ૨,૬૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મુળ મહારાષ્ટ્રના હાલ અમદાવાદ ના બુટલેગર વિકી શશી ઝા ની ધરપકડ કરી ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(મહેન્દ્રપ્રસાદ અરવલ્લી)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *