સરકારી કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને ગાંધીનગર ખાતે વર્ષ ૧૯૮૮માં ફાળવેલ પ્લોટના વેચાણની મંજૂરી બાબતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્યશ્રી રીટાબેન પટેલની લેખિત રજૂઆત

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીને પણ વ્યાપક લોકહિત માટે સરકારશ્રીની હકારાત્મક ભૂમિકા દાખવવા રજૂઆત કરતા શ્રીમતી રીટાબેન પટેલ

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની અખબારી યાદી જણાવે છે કે, વિસ્તારના યુવા અને સક્રિય મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલે સરકારશ્રી દ્વારા વર્ષ ૧૯૮૮ માં ઠરાવ કરીને ગાંધીનગરમાં ફરજ બજાવતા કરતા ૨૨,૦૦૦ થી વધુ વર્ગ ૧ અને વર્ગ ૩ ના કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને ૮૧ મીટર થી ૩૩૦ મીટરના ફાળવવામાં આવેલ પ્લોટની વેચાણ મંજૂરી અંગે નામદાર સુપ્રીમ કોર્ટમાં ટુંક સમયમાં થનાર સુનાવણીમાં સરકારશ્રી દ્વારા હકારાત્મકતા સાથે રજૂઆત કરવા અંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમજ કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીને કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોના વ્યાપક હિતમાં લેખિતમાં રજૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનય છે કે, સરકારશ્રી દ્વારા હકારાત્મકતા સાથે સુપ્રિમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવે અને કાયદાની રૂએ પ્લોટની વેચાણ મંજૂરી મળે તો સ્ટે ના કારણે ૧૫ વર્ષથી ચાલતી અનિશ્ચિતતાનો અંત આવી શકે અને ૨૨,૦૦૦થી વધુ કર્મચારીઓ, અસરગ્રસ્ત ખેડૂતો અને તેમના પરિવારને રાહત મળી શકે તેમ છે ત્યારે આ બાબતે સુખદ નિર્ણય આવે તે માટે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ સક્રિયતા સાથે લોકસેવક તરીકેની તેમની જવાબદારી નિભાવી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *