ઓલપાડ તાલુકાના મોર ગામે હળપતિ સામાજ માટે નિર્મિત થયેલા ૩૫ આવાસોનું લોકાર્પણ કરતાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

રિપોર્ટ ,મયુર પટેલ

મોર ગામમાં એક પણ મકાન કાચું નહિ રહે, તમામ લોકોને ઘરનું ઘર મળશેઃ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડના મોરગામ ખાતે હળપતિ સમાજ માટે નિર્મિત થયેલા ૩૫ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે, એને પોતાનું ઘરનું ઘર હોય અને આજે દરેકનું આ સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને લીધે સાકાર થઈ રહ્યું છે. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારનો એક પણ વ્યક્તિ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે માટે સરકાર સતત કાર્ય કરી રહી છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મોર ગામમાં એક પણ મકાન કાચું નહિ રહે તમામ લોકોને ઘરનું ઘર મળશે. આ તકે મંત્રીશ્રીએ આવાસ મેળવનાર સૌ પરિવારજનોનું જીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશ પટેલ,તાલુકા સંગઠન મહામંત્રીશ્રી કુલદીપભાઈ,મોર ગામના સરપંચશ્રી આશાબેન રાઠોડ,ડેપ્યુટી સરપંચશ્રી રાજેશભાઇ પટેલ, તલાટીશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *