વ્યારા શહેર હિન્દુ સંગઠન દ્વારા આ વર્ષે પણ ભવ્ય શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

કમલમ ન્યુઝ. (વ્યારા તાલુકા બ્યુરો ચીફ ) સમીર શાહ

તાપી જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ધાર્મિક સંસ્કૃતિને લઈને વ્યારા શહેર હિન્દુ સંગઠન દ્વારા અવાર નવાર હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમો તેમજ સેવાના કર્યો કરતા આવ્યા છે જેને લઈને આ વર્ષે તા.30 /03/ 2023 ને ગુરુવારે શ્રી રામ નવમી મહોત્સવની ઉજવણી શ્રી હનુમાનજી મંદિર માછીવાડથી ભવ્ય શોભયાત્રાનું પ્રસ્થાન સાંજે ૪ કલાકે થશે. જેમાં પ્રભુ શ્રી રામજીની 11ફૂટ ઊંચી પ્રતિમા અને શ્રી રામભક્ત હનુમાનજીની ૧૧ફૂટ ઊંચી પ્રતિમા સાથે વ્યારા નગરમાં શોભાયાત્રા ફરી સાંજે ૭:૩૦ કલાકે કાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી રામજી મંદિર સુધી પહોંચશે ત્યાર બાદ મહા આરતી અને મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આમ વ્યારા નગરમાં ભગવાન શ્રી રામજીના જન્મદિને સમગ્ર વ્યારા નગર “જય શ્રી રામ” ના નારા થી ગુંજી ઊઠશે..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *