
શૈશવ રાવ રાજપીપળા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ જૂનાગઢ ખાતે બુથ સશક્તિકરણ અભિયાન અને સોશિયલ મીડિયા કાર્યશાળા પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પ્રમુખશ્રી કિરિટભાઇ પટેલે પ્રાંસગીંક સંબોધન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ષ 2014માં જે કામ કર્યુ તે માત્ર સત્તા પરિવર્તન નથી કર્યુ તેમણે ભારતમાં પુનજાગરણ માટે એક નવા યુગનો શંખનાદ કર્યો. ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે જેના માટે રાષ્ટ્ર પ્રથમ રહ્યુ છે. ભાજપની આસ્થાનો મૂળ મંત્ર એક ભારત, શ્રેષ્ઠ ભારત છે. યુવાનોની એક એવી ટીમ તૈયાર કરવી જોઇએ કે જે આધુનિક ટેકનોલોજીનુ મોનીટરીંગ કરે અને તેને નાગરીકો સુઘી પહોંચાડવાનો પ્રયાસ કરે. આવનાર સમયમાં કાર્યકરો સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરે જેનાથી પાર્ટીની વાત વધુમાં વધુ લોકોને પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું. ભાજપની એકતા અને સંગઠન શક્તિએ ભાજપની પ્રાણવાયુ છે તેને નિરંતર ગતીમાં રાખવુ જરૂરી છે.

શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, દેશના ઘણા વડાપ્રધાન લોકપ્રિય બન્યા છે તેમાં પંડિત જવાહરલાલ નહેરુ ઘણા લોકપ્રિય હતા તેનુ કારણ એ હતું કે આઝાદી પછી પહેલા વડાપ્રધાન હતા,ગર્ભ શ્રીમંત હતા, સારા કપડા પહેરાત અને તેમના કપડા વિમાન માર્ગે લંડન ધોવા જતા તેવી લોકવાઇકા હતી. સૌથી લાંબો સમય પ્રધાનમંત્રી તરીકે કામ કર્યુ પંરુતુ તેમના નિર્ણયથી દેશનુ કે ગરીબ લોકોનુ ભલુ થયુ હોય તેવુ ધ્યાનમા નથી ત્યાર પછી બીજા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી આવ્યા જે જવાહરલાલના પુત્રી અને ગાંધી અટક ઘરાવતા. બાંગ્લાદેશ સામે યુદ્ધ જીત્યા અને ગરીબી હટાવવાનું સુત્ર આપ્યુ પરંતુ ગરીબી હટી નહી ઉપરથી કોંગ્રેસના નેતાઓની ગરીબી હટી. ઇન્દિરા ગાંધીના સમયમાં કટોકટી લાદવામાં આવી હતી. ત્યાર પછી અટલ બિહારી વાજેપયજી વડાપ્રધાન બન્યા અને અણુ શક્તિ આપણા દેશને આપી જેનાથી વિશ્વના શક્તિશાળી દેશમાં આપણે સ્થાન બનાવ્યું, કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું અને આજે પહેલા વડાપ્રધાન આપણા શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કે જમણે પાર્ટીએ વડાપ્રધાન બનાવ્યા અને ડંકાની ચોટ પર કહ્યુ કે મારે વડાપ્રધાન બનવું છે અને 2014માં 283 બેઠકો લાવી સત્તા પરિવર્તન કર્યુ. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કુશળ નેતૃત્વથી આંતરરાષ્ટ્રીય ફલક પર દેશનુ ગૌરવ વધાર્યુ. આજે વિકાસ પુરુષનુ બિરુદ મળ્યુ છે. જનતાને આપેલા તમામ વચનો જેવા કે રામ મંદિર,જમ્મુ કાશ્મિરમાં કલમ 370 દુર કરવી,ત્રિપલ તલાક સહિત દરેક વચનો પુરા કર્યા .વડાપ્રધાનશ્રીએ સર્જીકલ સ્ટ્રાઇક થકી પાકિસ્તાનને ઘરે ઘુસીને જવાબ આપ્યો અને વિશ્વને ભારતની તાકાતનો પરચો આપ્યો. આજે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં યાત્રાધામનો વિકાસ થઇ રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સૌને સાથે લઇને ચાલી રહ્યા છે તેના કારણે આજે સૌથી વધુ લોકપ્રિય બન્યા છે. એક સમયે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ડિપોઝીટ બચે તો ઉજવણી થતી આજે પરિસ્થિતિ બદલાઇ છે અને ઉમેદવારો વધુ લીડથી જીતે છે તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને કારણે બદલાઇ છે.દેશ અને દુનિયામાં થતી દરેક પોઝીટીવ વસ્તુને લોકો સુઘી પહોંચાડવાનો સફળ પ્રયાસ જો કોઇએ કર્યો હોય તો તે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યો છે. કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવીને મળે તે માટે દરેક કાર્યકર પ્રયાસ કરે.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ચૂંટણીનો સમય એ કોઇ પણ રાજકીય પાર્ટી માટે ઉત્સાહનો સમય હોય છે,દરેક કાર્યકર સક્રિય રીતે કામ કરતો હોય છે. કાર્યકરો સખત પરિશ્રમ કરતા હોય છે તેનુ પરિણામ આપણે ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં જોયુ છે. ગુજરાત વિઘાનસભા ચૂંટણીનુ પરિણામ દરેક કાર્યકરે દિવસ રાત મહેનત કરી છે તે સાબિત કરે છે. ગુજરાત ભાજપના કાર્યકરોની મહેતન દેશના અન્ય કાર્યકરો માટે માર્ગદર્શન રૂપ સાબિત થાય છે. આજે દેશની રાજનૈતિક વ્યવસ્થામાં ગુજરાત આજે લિડ કરી રહ્યુ છે જેથી આપણી જવાબદારી પણ છે કે સમય સાથે ચાલીએ. આજનો યુગ ડિજિટલને પ્રાધાન્ય આપે છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થવો ખૂબ જરૂરી છે. ભાજપના કાર્યકરોએ સમય સાથે ચાલવું પડશે. આજના સમયમાં મીડિયાથી વઘારે અસરકારક છે સોશિયલ મીડિયા.સોશિયલ મીડિયામાં કાર્યકરો વધુ સક્રિય રહે તે જરૂરી છે.

આ કાર્યક્રમમાં જુનાગઢ મહાનગર પ્રમુખ શ્રી પુનિતભાઇ શર્મા જુનાગઢ જીલ્લાના પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ સાથે સૌરાષ્ટ્રના જીલ્લા પ્રમુખશ્રીઓ, પ્રદેશ આગેવાનો જુનાગઢ મહાનગર મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા જુનાગઢ જીલ્લા મહામંત્રી જયભાઇ ત્રિવેદી, વિજયભાઈ કરડાણી, હિરેનભાઇ સોલંકી તથા સોસીયલ મિડિયા ટીમ સાથે મહાનગર જીલ્લા નાં હોદેદારો કોર્પોરેટરો વિવિધ મોરચાના હોદેદારો મંડલના હોદ્દેદારો વિવિધ સેલ અને વિભાગ નાં હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.