અંકલેશ્વર શહેર માં 46 બુથો પર વડાપ્રધાનના મન કી બાત કાર્યકમના 100 માં એપિસોડનું આયોજન

પી.એમ. નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 ના રોજ દશેરાના અવસર પર મન કી બાત શરૂ કરી હતી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.જેમાં 46 જેટલા બુથો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમ ને નિહાળ્યો હતો

દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવવાનો મન કી બાત કાર્યકમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસર થી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો. તેઓની લોકપ્રિયતાના સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં PM મોદીની મન કી બાત કાર્યકમ ખૂબ જ લોકચાહના મેળવી રહયો છે.

અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા મન કી બાત ના 100 માં એપિસોડને યાદગાર અને અવિસ્મરિય બનાવવા મોટા પાયે આયોજન કરાયું છે. શહેર ના 46 બુથો પર મન કી બાત કાર્યકમના 100 માં એપિસોડને નિહાળવા, સાંભળવા તેમજ માણવાનું આયોજન કરાયું હતું રામકુંડ તીર્થધામ ખાતે શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ ,નગર પાલિકા .શાસક પક્ષ ના નેતા સુધીર ગુપ્તા ,ગણેશ અગ્રવાલ ,યુવા મહામંત્રી સંજય પટેલ ,નગર પાલિકા પ્રમુખ સહીત ભાજપ ના હોદ્દેદારો તેમજ આગેવાનો ,સહીત કાર્યકરો એ મન કી બાત કાર્યક્રમ ને નિહાળ્યો હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM