અરવલ્લીના મેઘરજમાં વાવાઝોડા સાથે વરસાદથી હોર્ડિંગ્સ ધરાશયી થયું

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

અરવલ્લી જીલ્લામાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાય છે, મેઘરજ નજીકના રામગઢી પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો જ્યારે જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે પવન ફૂંકાયો હતો, અરવલ્લી જીલ્લામાં વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેવી રીતે મેઘરજ પંથકમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.મેઘરજ નગરના મુખ્ય માર્ગની બાજુમાં લગાવેલ તોતિંગ હોર્ડિંગ્સ ફ્રૂટની લારી પર અચાનક પડતા દોડધામ મચી ગઈ હતી મુશળધાર વરસાદ વરસી જતાં ધરતીપુત્રો એ મહામહેનતે વાવેલા ખેતીપાકોને નુકશાન જવાની દહેશત સર્જાઈ છે. ઉપરાંત મોડાસા શહેર સહીત અન્ય વિસ્તારમાં પણ પવન સાથે હળવા છાંટા પડ્યા હતા કેટલાક વિસ્તારોમાં પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને હાલાકી નો સામનો કરવો પડયો હતો.
અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી સતત વાતાવરણમાં પલ્ટોઆવવાની સાથે વરસાદ ખાબકતા ખેડૂતો સહીત લોકો પણ ચકિત બની રહ્યા છે ગુરુવારે બપોરના સુમારે અરવલ્લી જીલ્લા ના મેઘરજ નજીક આવેલા રામગઢી વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસસ વરસત રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના આગમનની સાથે જ વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી.
અરવલ્લી જીલ્લામાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ વાવેતર કરેલ બાગયાતી પાક,શાકભાજી,બાજરી, દેશી કેરી,અડદ,મગ જેવા તૈયાર પાકને નુકશાની થવાની ભીતિ સેવાઈ હતી. માવઠાંના મારથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે ત્યારે કુદરત પણ હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના ધરતીપુત્રો કરી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *