કચ્છ જિલ્લામાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલ બેન કારા સહિતનાએ યોગ અભ્યાસ કર્યો

કચ્છ જિલ્લામાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગની થીમ સાથે ઉત્સાહભેર યોજાઇ હતી.

ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારના આહલાદક વાતાવરણમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, નિવાસી અધિક કલેકટર શ્રી મિતેશ પંડ્યા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.આર.ઝણકાત, શ્રી એ.સી. ચૌહાણ, શ્રી પાર્થ ચોવટીયા સહિતના અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો હતો.

         આ તકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ‘યોગ ફોર વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સ્તરે યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનાથી અનેક લોકોને રોજગારી મળી છે. ૧૮૦ દેશથી વધુ દેશના લોકો અમેરિકામાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે ભારતની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરના યોગ કાર્યક્રમમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત ખાતે કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યભરની જનતાને વિશ્વ યોગ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. ગુજરાતમાં ૭૨૦૦૦ સ્થળોએથી સવા કરોડ જેટલા લોકો દ્વારા યોગ કરવામાં આવશે. સુરતમાં ૧,૨૦,૦૦૦ કરતા વધુ લોકોએ આજે યોગ કર્યા હતા. આ સંખ્યાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી મધ્યપ્રદેશના જબલપુરમાં કરવામાં આવશે.

યોગકોચ વર્ષાબેન પટેલ તથા હિતેશભાઈ કપુરે ઉપસ્થિત યોગ અભ્યાસ કરાવ્યો હતો.

       આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પદાધિકારીઓ, અધિકારીઓ યોગ શિક્ષકો, ટ્રેનરો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી ડી. ડાકી કર્યું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *