૧૦૬ વર્ષ ની વયે વિરાંગના મેઘબાઈ શ્રમ સાથે યોગ કરે છે

ભારત દેશે સમગ્ર વિશ્વને માનવ જીવન માં યોગ નું મહત્વ શું છે એ સમજાવ્યું અને ૨૧ જૂન ને વિશ્વ આંતરાષ્ટ્રિય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે તેવું દુનિયા ના મોટા ભાગ ના દેશો એ સ્વીકારેલ છે.આજરોજ યોગ દિવસ નિમિતે કચ્છ જિલ્લા ના માધાપર ગામે મેધબાઈ કરશનભાઈ સેધાણી જેમની ઉંમર વર્ષ ૧૦૬ વર્ષ ની છે આજ પણ એ રેગ્યુલર સવારે શરીર ને અનુરૂપ કસરત અને યોગ કરે છે
આ અંગે વિશેષ માહિતી આપતાં મેઘબાઈ ના પૌત્ર જગદીશ સેધાણી એ જણાવ્યું હતું કે વર્ષો થી મારા દાદી એ શ્રમ જીવન વિતાવ્યું છે જેને કારણે તેમનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે અને નખશીખ રોગ મુક્ત છે ૧૯૭૧ ભારત – પાક યુધ્ધ વખતે પણ મારા દાદી મેઘબાઈ એ એરપોર્ટ પટ્ટી રીપેર સેવા માં વિરાંગના તરીકે દેશ માટે પોતાનું યોગદાન પણ આપ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *