ભારતીય જનતા પાર્ટી ભરૂચ દ્વારા,ભરૂચ લોકસભા-22 ની વિશાળ જનસભાનું આયોજન કરાયું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભરાતીય જનતા પાર્ટીના સેવા સુશાસનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ દ્વારા દરેક રાજ્યોમાં એક મહિના સુધીના કાર્યક્રમોના આયોજન કર્યા હતાં. જેના ભાગરૂપે સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ખાતે ભરૂચ લોકસભા 22 ની વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું.

ભાજપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના સેવા સુશાસનના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ મોરચા દ્વારા દરેક રાજ્યના છેવળાના માનવીને ભાજપના સેવા સુસાસનના 9 વર્ષ પૂર્ણ થતાં એક મહિનાના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતાં. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજે રોજ 1લી જુલાઈના રોજ ભરૂચના ઝાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર સામે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપભાઈ વાઘેલાની હાજરીમાં વિશાળ જન સભાનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ મોદી સરકારના સફળતાના 9 વર્ષ પૂર્ણ થવાથી દેશના લોકોને મળેલી અનેક સરકારી યોજનોની થયેલા લાભો અને શિક્ષણમાં વધેલા ગ્રાફનો ચિતાર આપ્યો હતો.જ્યારે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપભાઈ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કરીને કોઈ પણ કાર્ય નરેન્દ્ર મોદી દ્વારા જ થાય હોવાનું જણાવ્યું હતું. તેમણે પાવાગઢ,ઉજ્જૈન,અયોધ્યામાં ભવ્ય રામ મંદીર નિર્માણ માટે મોદી સરકાર દ્વારા જ શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું.વધુમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીઓમાં 5 લાખથી વધુ મતોથી ઉમેદવારને જીતાડવા માટેનું પણ લોકોને આહવાન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,સાંસદ મનસુખ વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર,સહિત જિલ્લાના દરેક ધારાસભ્ય અને આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *