સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર

ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને પરામર્શ સમિતિની બેઠક યોજાઇ

ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને પરામર્શ સમિતિની બેઠક યોજાઇ હતી. મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે પરામર્શ સમિતિની બેઠકમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સંવેદનશીલ રાજ્ય સરકાર સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે કટિબદ્ધ છે. મંત્રી શ્રી પરમારે ઉમેર્યુ હતું કે, રાજ્યનો છેવાડાનો માનવી પણ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવાથી વંચિત રહી ન જાય તે માટે ગ્રામપંચાયત સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી સત્વરે ટેક્નોલોજીના માધ્યમ દ્વારા પહોંચાડાઇ રહી છે. તદ્ઉપરાંત અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અરજદારોને સુગમતા રહે અને વધુમાં વધુ લોકો લાભ લે તે હેતુ ‘ઇ-સમાજ કલ્યાણ’ પોર્ટલ પણ કાર્યરત છે. આ ‘ઇ-સમાજ કલ્યાણ’ પોર્ટલ પર શિક્ષણ, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય અને આવાસન સંબંધિત તથા અન્ય યોજનાઓની વિગતવાર માહિતી પણ મૂકવામાં આવી છે જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે, સંસદસભ્યો અને ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલ સૂચનોને પણ સત્વરે અમલમાં મૂકવામાં આવશે. લાભાર્થીઓને ઝડપથી લાભ મળશે એ વાત પર ભાર મૂકતા મંત્રીશ્રીએ કહ્યુ હતું કે રાજ્ય સરકારની કેટલીક યોજનાઓમાં અરજીના નિકાલ માટે પણ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ બેઠકમાં ધારાસભ્યશ્રી પરસોતમભાઇ સાબરીયા, બાબુભાઇ વાજાભાઇ, વિમલભાઇ ચૂડાસમા અને  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM