જે.બી.& એસ. એ હાઇસ્કુલ વ્યારા ખાતે ધોરણ ૯ અને ૧૨ સાયન્સ ના વિદ્યાર્થી ઓ ને આરોગ્ય વિષયક માર્ગદશન ની વિસ્તૃત માહિતિ આપવા

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ,
આજ રોજ તારીખ ૧૧/૮/૨૩ ના શુક્રવાર ના રોજ જે.બી.& એસ. એ હાઇસ્કુલ વ્યારા ખાતે ધોરણ ૯ અને ૧૨ સાયન્સ ના વિદ્યાર્થી ઓ ને “મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, ફાઇલેરીયા , રક્તપિત તથા સીકલસેલ રોગો” વિષેની વિસ્તૃત માહિતિ આપવા માટેનો એક સેમીનાર રાખવામાં આવ્યો હતો. જેમા તાલુકા આરોગ્ય કચેરી ના રક્તપિત વિભાગના શ્રી મેહુલભાઈ ચૌધરી એ રક્તપિત રોગ વિષે ની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓ ને આપી હતી…તથા ત્યારબાદ બાકીના બીજા રોગો મેલેરીયા, ફાઇલેરીયા, ડેન્ગ્યું, ચીકનગુનીયા તથા સીકલસેલ વગેરે રોગો ની વિસ્તૃત માહિતી તાલુકા આરોગ્ય કચેરી વ્યારા ના સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ શેઠે આપી હતી ત્યાર બાદ બાળકો એ પોતાને મુઝવતા પ્રશ્નો ની રજૂઆતો કરી હતી અને તે બધા બાળકો ના સંતોષકારક જવાબો રાજેશભાઈ શેઠે આપ્યા હતા. આ કાર્યક્રમ માં મુખ્યત્વે શાળા ના શિક્ષક શ્રી ઓઢવજીભાઈ , શ્રી મકવાણા સાહેબ તથા શ્રીમતી અલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા…અને આરોગ્ય વિભાગ ના અધિકારી શ્રી ઓ ને રોગો વિષે માહિતી આપવા માટે જે આમંત્રણ આપવામાં આવ્યું તે બદલ શ્રી રાજેશભાઈ એ આરોગ્ય વિભાગ તરફથી એમનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્ય મા કઈ પણ આરોગ્ય વિષયક માર્ગદશન ની જરૂર હોય તો વિના સંકોચે જણાવવા માટે કહ્યુ હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM