દેશનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતની તેમની બે દિવસની મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત જવા રવાના થયા હતા.

રાષ્ટ્રપતિશ્રીને ભાવભરી વિદાય આપવા અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સંસદીય બાબતો અને આરોગ્ય મંત્રી શ્રી ઋશિકેષ ભાઈ પટેલ તથા પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્‍દ્રસિંહ મલિક, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. વગેરે એ પણ અમદાવાદ એરપોર્ટ પર ઉપસ્થિત રહીને રાષ્ટ્રપતિશ્રીને ભાવસભર વિદાય આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *